GPSC ક્લાસ - 2 અધ્યાપકોની ભરતીમાં ભવનના વિદ્યાર્થીઓ પણ સમાવિષ્ટ છે

આજ રોજ  GPSC ક્લાસ - 2 (શિક્ષણ વિભાગ) સંસ્કૃતના અધ્યાપકોની ભરતીનું પરિણામ જાહેર થયું. કુલ 27 વિદ્યાર્થીઓ આમાં ઉત્તીર્ણ જાહેર થયા છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. અત્યંત આનંદની વાત એ છે કે અમારા સંસ્કૃત ભવનના કુલ પાંચ વિદ્યાર્થીઓ પણ એમાં સમાવિષ્ટ છે. ૧. બારડ રમેશકુમાર, ૨. માહલા પિંટીયાભાઈ, ૩. ત્રિવેદી કુસુમ, ૪.પટેલ વૈશાલીબેન અને ૫. ઓઝા સમર્થ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આપણું સંસ્કૃત ભવન તેના વિદ્યાર્થીઓની આ ઉજ્જ્વળ સિદ્ધિથી ગૌરવાન્વિત છે. ભવનના અન્ય વિદ્યાર્થીઓ માટે તમે પ્રેરણાદાયી બન્યા છો. દેવભાષા સંસ્કૃતને સર્વોચ્ચ સ્થાને પહોચાડવા સતત પરિશ્રમ કરીને યશસ્વી બનો એવી સંસ્કૃત ભવન તરફથી શુભેચ્છાઓ પાઠવું છું.


Published by: Department of Sanskrit

21-11-2023